વાવડી : The Great Step-well of Ambapur

Ambapur Stepwell by Saumli Shah
Ambapur Stepwell by Saumil Shah

વાવએ કુવાનો જ એક પ્રકાર છે, જેમાં કુવો પગથીયા સાથે જોડવામાં આવેલો હોય છે, અથવા તો બીજા શબ્દોમાં કહીએ તો કુવામાંનાં પાણી સુધી પગથીયા દ્વારા પહોંચી શકાય તેવો કુવો. વાવ મોટે ભાગે પરિસરમાં બાંધેલી અને સુરક્ષિત હોય છે તથા મહદંશે જોવા મળતી વાવો શિલ્પકલાનાં ઉત્કૃષ્ટ નમુનાઓ છે, જેમાં સુંદર કોતરણી કરેલી હોય છે. અમુક વાવો એવી પણ છે જેમાં એવી ગોઠવણ કરેલી હોય છે કે બળદની મદદથી ચક્ર વડે કુવામાંથી પાણી ખેંચીને પહેલા કે બીજા માળ સુધી પહોંચાડે.

સામાન્ય રીતે પશ્ચિમ ભારતમાં વાવ ઘણી જગ્યાએ જોવા મળે છે. આ ઉપરાંત અન્ય વધુ ઊંડાઇએ પાણી મળતું હોય એવા શુષ્ક વિસ્તારોમાં જેમાં પાકિસ્તાનનો પણ સમાવેશ થાય છે, ત્યાં પણ વાવ બંધાયેલી જોવા મળે છે. વાવનું બાંધકામ આમ તો પાણીનો સરળતાથી ઉપયોગ કરવા માટે જ કરવામાં આવતું હતું, આમ છતાં કેટલીક જગ્યાઓ પર આ બાંધકામ વેળા આ વાવ મહત્વપૂર્ણ સ્થાપ્ત્ય બને અને વ્યક્તિ કે રાજ્યની ઓળખ બની રહે તે રીતે કરવામાં આવતું હતું.

અંબાપુરની વાવ ગુજરાત રાજ્યના ગાંધીનગર જિલ્લામાં ગાંધીનગર શહેરની અંબાપુર ગામમાં આવેલી એક વાવ છે. આ વાવ ૧૫મી સદીમાં રુડાબાઇ વાઘેલાએ રાણજીતસિંહ વાઘેલાની સ્મૃતિમાં બંધાવેલી હતી. આ વાવ વ્યવસ્થિત રીતે બાંધકામ કરાયેલી અને પાંચ માળ ધરાવે છે.

અંબાપુરની વાવ પર બનેલી એક નાની ડોક્યુમેન્ટરી 

અંબાપુરની વાવનાં ફોટો !

 

વધું ફોટો જોવા માટે >> https://ambapur.in/wallpapers

Photo Source 

Sonali Dalal :: https://www.flickr.com/photos/dalalsofshrishail/

Manav Chavda :: https://www.flickr.com/photos/manavchavda/

Saumil Shah :: https://www.flickr.com/photos/saumil/

Priti Bhatt :: https://www.flickr.com/photos/pritibhatt/

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*