શ્રી અખંડજ્યોતિ સ્વરૂપ અંબેમાઁની વાર્તા !

જયારે જ્યારે સ્વર્ગના દેવો ઉપર,મૃત્યુલોક્ન માનવો ઉપર વપત્તિઓના વાદળો ઘેરાય છે,ત્યારે ત્યારે સચરાચર જગતમાં આધિપત્ય ધરાવતી શક્તિઓએ અનેકવિધ સ્વરૂપે મૂર્તિમંત થઈ આ વિપત્તિઓના વિવિધ વાદળોને વિખેરી આનંદના ઓજસ ફેલાવે છે.આ આધ્યશક્તિનું સ્વરૂપ જગદંબા,ભવાની,દુર્ગા,મહાલક્ષ્મી,કાત્યાયની,સાવિત્રી,ચામુંડા,સ્કંદમાતા,શૈલપુરી વગેરે અનેકવિધ નામોથી ઓળખાય છે.આધ્યાશક્તિના ઐશ્વર્યને અને તેમના સ્વરૂપ ના અગાધ મહિમા સાગરનું વર્ણન શબ્દોમાં કરવું અશક્ય છે.શ્રી જગદંબાની પૂજા અને સ્તુતિ પ્રાચીનકાળથી થતી હોવાના ઉલ્લેખ શ્રી દેવી ભાગવત વરાહપુરાણ વગેરે પૌરાણિક ગ્રંથોમાં છે. ચોસઠ દેવીઓમાં સર્વોચ્ચ સ્થાનને શોભાવનાર જગતજનની આધ્યશક્તિ શ્રી અંબાજી માતાનું મહાત્મ્ય અનોખુ,અનુપમ અને અનન્ય છે.વરદાનને કારણે ઉન્મત અને ગર્વિષ્ઠ બની ત્રિભુવનમાં ત્રાસ ફેલાવનાર દાનવરાજ મહિષાસુરનું મર્દન કરવા દેવોની વિનંતીથી પ્રગટ થયેલ મહિષાસુર મર્દિની મહાશ્વેતા વિશ્વમાં અંબામાતા તરીકે પ્રસિદ્ધિ પામેલ છે.સતયુગમાં દેવો ને દાનવો સાથેના સંગ્રામમાં વિજયી બનાવનાર મહાદેવી શ્રી અંબા કલીયુગમાં ભક્તજનોને રિદ્ધિ અને સિદ્ધિ,સુખ અને શાંતિ,શક્તિ અને સંપતિ બક્ષે છે.

શ્રી આધ્યશક્તિના પરમ ઉપાસક અને ભવદીય શ્રી લલ્લુરામ મહારાજ ખેડા જિલ્લાના મહેમદાવાદના વતની હતા શ્રી જગદંબાની કૃપા મેળવવા તેમજ મનુષ્યાવતાર સફળ બનાવવા સંવત ૧૯૧૬ના કારતક સુદ ૧ ના રોજ માથે માતાજીની ચુંદડી બાંધી ચાણોદ કરનાળીથી નર્મદા નદીનું પવિત્ર જળ તાંબાના બે કળસોમાંથી ભરી ખભે કાવડ બનાવી દર પૂનમે આરાસુર અંબાજી માતાને સ્નાન કરવાના સંકલ્પ સાથે પગપાળા જવા અવનું ભગીરથ કાર્ય આરંભ્યુ. ભક્તને આવવા-જવાના રસ્તે હાલનુ અંબાપુર(ત્યારનું બૌધિસ્થળ અને પછી બુડથલ)આવતું હતું.આ ગામની પાદરમાં ૭૦૦ વર્ષ પુરાણી પથ્થરની સાત માળ લાંબી સાત ખંડ ઊંડી કલાત્મક રીતે કંડારેલ ભવ્ય વાવ ઉપર તેઓ આરામ કરતાં.ગામના લોકો માઇ ભક્તનો યથાશક્તિ સત્કાર કરતાં. શ્રી લલ્લુરામજી મહારાજ રાત્રિ રોકાણ આ વાવ પર કરતાં તે બીજે દિવસે સવારે વાવના પવિત્ર જળ થી સ્નાન કરી શ્રી જય અંબેની ધુન કરતાં કરતાં કરતાં આરાસુર ના પંથે રવાના થતાં.આ કઠિન કાર્ય અગિયાર વર્ષ અગિયાર માસ એટટલે ૧૪૩ પુનામો સુધી જગદંબાની અસિમ કૃપાથી નિર્વિઘ્ને પરિપૂર્ણ કર્યું.૧૪૪ મી પુનમમાંના દિવસે જ્યારે ભક્તે અંબાપુરથી આરાસુર જવાની તૈયારી કરી ત્યારથી ભક્તનું માથું ભમતું હતું,ચક્કર આવવા લાગ્યા.અતિશય તાવથી શરીર ધ્રૂજવા લાગ્યું પરંતુ પુનમ ના દિવસે આરાસુર પહોંચવાની તાલાવેલીને કારણે મનોબળ વેગવંતુ બનાવી બોલ મારી અંબે જય-જય અંબેની ધૂન લગાવતા સંવત ૧૯૨૭ ના આસો સુદ ૧૪ ની સાંજે આરાસુર પહોંચી ગયા.ચૌદસની રાત્રે ચાર વાગ્યે મંદિરના પગથિયે ગયા.તો મંદિર નો પ્રવેશદ્ધાર દેખાયું નહીં.ભક્ત અંધ બની ગયા.કારણ આજે માતાજીએ ભક્તની આકરી કસોટી કરવાનનો નિર્ણય કર્યો હતો.પરંતુ પરામભક્તનો નિર્ણય હતો કે અન્ન-જળ વિના દેહ ભલે પડી જાય પણ માં જગદંબાને સ્નાન કરાવ્યા વિના હઠવુંજ નથી,ને ઉપવાસ કર્યો. સૂર્યોદય થયો,બપોર થયા,આસો સુદ પુનમની સાંજ પડી.રાત્રિ ના બાર વાગવા આવ્યા.માતાજીના દર્શન ન થતાં શ્વાસ લેવાનો પણ બંધ કર્યો.તાળીઓના તાલે,જય અંબે જય અંબે ની ધૂન લગાવી પગથિયે જ બેસી ગયા. બાળહઠ,યોગીહઠ,રાજહઠ અને સ્ત્રીહઠ આ હઠો પૈકી જગદંબા પાસે સ્ત્રીહઠ હતી.જ્યારે ભક્ત પાસે બાળહઠ અને યોગીહઠ બે હઠ હતી.એક કરતાં બેની કિંમત વધારે છે તે ન્યાયે અંબા માંને ભક્ત પર દયા આવી,માંનું હ્રદય દ્રવીત બન્યું.આદિવાસી સ્ત્રીનું રૂપ ધારણ કરી શ્રી લલ્લુરામ મહારાજને મંદિરનુ પ્રવેશ બતાવવા હઠ પકડી દ્વાર સુધી લઈ ગયા. શ્રી લલ્લુરામજીએ આનંદવિભોર બની જય માં કહી મંદિરમાં પગ મુકતાજ આંખે દેખતા થયા ને શરીર પ્રફુલ્લિત થઇ ગયું.ચારેય તરફ નજર કરતા કોઈ સ્ત્રી કે કોઈ પુરુષ ન હતું,એટલે કે માજી આલોપ થઈ ગયા. ભક્તને આછો ખ્યાલ આવી ગયો કે મા છેતરીને જતાં રહ્યા પરંતુ ભક્તને આધીન ભગવાન એ ન્યાયે શ્રી મહારાજ તો ગાંડા ઘેલા થઇ ગયા.પણ, ભક્ત તો ‘તારો હાથ પકડ માજી માહરો’ ની ધૂન સાથે માતાજીને પવિત્ર ગંગાજળથી સ્નાન કરાવવાં છતાં માતાજી સ્નાન ન કરે તો ત્યાં જ પોતાના નશ્વર દેહને ત્યાગી દેવાના અફર નિર્ણયથી ભજનો ની રમઝટ શરૂ કરી. છેવટે શ્રી માતાજીએ પ્રસન્ન થઈ દર્શન આપ્યા.

ભક્તશ્રીએ માતાજીને આજીજી કરી કે,”હે મા,ઋષિમુનિઓએ રચેલા ગ્રંથો માં ગંગા સ્નાને,યમુના પાને,નર્મદા દર્શને પવિત્ર નદીઓ છે એમ લખેલૂ છે,તે સિદ્ધ કરવા આપ નર્મદા મૈયાના પવિત્ર જળ થી સ્નાન કરવા બિરાજો,હું સ્નાન કરાવી મારી કાયાને ધન્ય માનુ.” ભક્ત કઠોર તપશ્ચર્યામાંથી પસાર થયા.માતાજી નું હ્રદય કોમળ બન્યું ને ભક્તની પાવડિઓ પાસે જ પલાંઠી વાળી બેસી ગયા. શ્રી લલ્લુરામજીએ હર હર નર્મદે મૈયા બોલતા બોલતા તાંબાના કળશમાંથી નર્મદાનાં પવિત્ર જળ ની ધારા માતાજી ના શ્રી અંગ ઉપર કરી તેમાથી ભક્ત ઉપર માતાજી ના શ્રી અંગ ઉપરનું જળ પડવાથી ભક્ત તેજોમય બન્યા. માતાજીએ લલ્લુરામજીને ખોળામાં લીધા ને કહ્યું “મારા વ્હાલા બાળભક્ત,શ્રવણે પોતાના માતા-પિતાને કાવડમાં બેસાડી યાત્રા કરાવેલ તેથીય અધિક કષ્ટ વેઠી આ કાળમીંઢ સમા અરવલ્લીના ડુંગરાઓમાં નર્મદાના પવિત્રજળથી તે મને સ્નાન કરાવ્યું છે તેથી તારા પર હું પ્રસન્ન છું.તો આ તારી મા પાસે કઈંક માંગ. ભક્તશ્રી માતાજીને આજીજી કરી કે “મને તથા આપના ભક્તોને દર્શનનો લાભ આપવા માટે વાત્રક નદીને કાંઠે મહેમદાવાદ આપ પધારો.