શ્રી અખંડજ્યોતિ સ્વરૂપ અંબેમાઁની વાર્તા !

ત્યારથી અખંડ જ્યોત જલે છે.થોડા વર્ષોથી ખંભાત,મલાતાજ,નાર(તા.પેટલાદ) ના સંઘો માગશર સુદ છઠના રોજ અંબાપુર મા ના દર્શનાર્થે આવે છે. ભક્તશ્રી લલ્લુરામજીને સંવત ૧૯૨૭ના આસો સુદ ચૌદસના રોજ માતાજી પ્રસન્ન થયેલા તે પવિત્ર દિનને યાદગાર દિન તરીકે મહંતશ્રીના આશીર્વાદ થી સંવત ૧૯૩૦ આસો સુદ ચૌદસના રોજ થી માતાજીના ગરબાનું જે આયોજન કરવાંમાં આવેલ તે આજ દિન સુધી ચાલુ છે.જેમ જેમ પ્રજામાં જાગૃતિ આવતી ગઈ તેમ તેમ માઈ ભક્તો તરફથી ભવ્ય ગરબાનું આયોજન થતું ગયું.ગુજરાત તેમજ બીજા પ્રાંતના ગણા માઈ ભક્તો આ અખંડ જ્યોતિ સ્વરૂપ અંબાજી માતાના તથા આસો સુદ ચૌદસ ના ગરબાના દર્શન કરી પોતાના મનવાંછિત ફળ મેળવ્યાના હજારો દાખલા છે. ગુજરાતમાં જ્યારે છપ્પનિયો દુકાળ પડેલો ત્યારે માતાજીના મંદિરમાં થી મહંત શ્રીએ લાડવાની લ્હાણ કાઢી હજારો જીવાત્માને પ્રસાદથી જીવતદાન આપેલું. લલ્લુરામજીએ માતાજીની આજીવન સેવા કરેલી,ત્યારબાદ તેમના પુત્ર શિવશંકરભાઈએ અને ત્યારબાદ તેમના પુત્ર મણિલાલભાઈએ સેવાકાર્યો કરેલા.